06, જુલાઈ 2025
2475 |
નડિયાદ, ખેડા જિલ્લામાં દરસાલ ચાંદીપુરા વાઇરસની ચપેટમાં માસુમ બાળકો આવે છે અને ક્યારેક બાળકો મોતને પણ ભેટે છે. ચોમાસામાં સેન્ડ ફ્લાયને કારણે ફેલાતાં આ જીવલેણ રોગે ચાલુ વર્ષે પણ ખેડા જિલ્લામાં એક માસુમનો ભોગ લીધો છે. ૨૫ જૂનના રોજ આ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. નડિયાદ નજીક સલુણ વાંટામાં રહેતાં ૧ વર્ષના બાળકને તાવ અને અન્ય લક્ષણ જણાતાં પરિવારજનો તેને સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં બાળકમાં ચાંદીપુરા વાઇરસના લક્ષણને લઇને તબીબ દ્વારા તેના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જાેકે, વાઇરસની અસર વધુ હોવાથી ૨૩ જૂનના રોજ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ આરોગ્ય વિભાગને હોવાછતાં પણ તંત્ર દ્વારા આ મામલે મૌન સેવવામાં આવ્યું હતું. બાળક જે વિસ્તારમાંથી આવ્યું હતું તે સલુણ વાંટાના હઠીપુરામાં તેના ઘરને આસપાસના વિસ્તારમાં સર્વે સહિતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં ચાંદીપુરાના વાઇરસને કારણે માસુમના મોતની વાત બહાર ન જાય તેની પણ તકેદારી આરોગ્ય તંત્રએ રાખી. જાેકે, આ જીવલેણ રોગને લઇને વધુમાં વધુ લોકો જાગૃત થાય તે માટેના પ્રયાસ કરવાની જગ્યાએ અને દરસાલ આ જીવલેણ રોગ માસુમોને ભરખી જતો હોઇ તેને નિયંત્રણમાં લેવા આગોતરું આયોજન કરવાની જગ્યાએ દર્દી મળ્યા બાદ તંત્ર દોડતું થાય છે. મચ્છરજન્ય રોગચાળાને રોકવા દોડતું તંત્ર ચાંદીપુરા વાઇરસને થતો અટકાવવા કોઇ નક્કર કામગીરી કરતું ન હોવાનું જાેવા મળે છે. ૯ વર્ષથી નાનાં બાળકોમાં એન્ટા ફ્લાઇટિસ વાઇરલની અસર જાેવા મળે છે શંકાસ્પદ સેન્ડફ્લાય જતું કરડવાથી વાઇરલનો ભોગ બનેલાં બાળકોના લોહીના નમૂના લેવામાં આવે છે અને ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવે છે. આ સેન્ડફ્લાયને તબીબી ભાષામાં “એન્ટા ફ્લાઇટિસ‘ વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. જે ૮ થી ૯ વર્ષથી નીચેનાં બાળકોમાં સામાન્ય રીતે જાેવા મળે છે. જે સેન્ડફ્લાય નામનું જંતુ (માખી) કરડવાથી થાય છે. સમયસર સારવાર મળે તો જીવ બચે આ વાઇરસમાં શરૂઆતમાં તાવ આવે છે, માથું દુખે છે, ઝાડા-ઊલટી થાય છે. બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત કેટલાક કિસ્સામાં ખેંચ પણ આવે છે. આવાં લક્ષણો ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પ્રાથમિક કે સામાન્ય લક્ષણ દેખાતાં જ સત્વરે તબીબનો સંપર્ક કરી સારવાર મેળવવામાં આવે તો બાળક સ્વસ્થ થઇ શકે છે.