વડોદરા, તા.૨૬

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ આંતરિક જૂથબંધી યથાવત રહેવા પામી હોય તેમ ભાજપાએ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ જૂથબંધીને લઈ રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જાેષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જાેકે, સાવલીમાં ભાજપા કાર્યકરોના સોશિયલ મિડિયામાં ચાલતા આઈ સપોર્ટ કેતન ઈનામદાર નામના ગૃપમાં તેઓનો વિરોધ શરૂ થયો છે. જેનેે લઈ ભાજપા મોરચે ખળભળાટ મચ્યો છે.

સાવલી તાલુકામાં ભાજપા દ્વારા જાહેર કરાયેલ લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જાેશી સામે તાલુકાના ભાજપા કાર્યકરોના સોશિયલ મિડિયા ગૃપમાં વિરોધ અને મત નહી આપવાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.ગત રોજ આઈ સપોર્ટ કેતનભાઈ નામના ગૃપમાં કાર્યકરો દ્વારા વિવિધ મેસેજ કરીને વિરોધ નોંધાવ્યો હતો.તેવામાં આજરોજ ભાદરવા જિલ્લા પંચાયતના ગૃપમાં પણ વિરોધ કરતા મેસેજને લઈ સાવલી તાલુકા ભાજપામાં ચકચાર મચી હતી.

સોશીયલ મિડિયાના ગૃપમાં અમને જે માણસ ઓળખતો હશે તેનેજ મત આપવાનો બાકી નહી, તેમજ આ વખતે કેતનભાઈ નથી ફાવેે તો વોટ આપો જેવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે.ઉપરાંત સાગરભાઈ ભાદવા થી સાંસદની ટિકિટ પર આવી રહ્યા છે. તેવી પણ પોસ્ટ વાઈરલ થઈ હતી. ત્યારે લોકસભાના ભાજપાના ઉમેદવારનો વિરોધ કરતી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઈરલ થતા રાજકિય મોરચે ચકચાર મચી ગઈ હતી.જાેકે ,જે વોટ્‌સએપ ગૃપની ચેટ વાયરલ થઈ છે તે ગૃપમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર નથી. આ ગૃપ તેઓના નજીકના સમર્થકોનું ગૃપ છે. તેઓ એમ પણ લખે છે કે, ભાજપને મત કેતન ઇનામદારને કારણે મળે છે. પરંતુ, આ વખતે કેતનભાઇ ક્યાં ચૂંટણી લડે છે. આપણે તો કેતનભાઇના લીધે બીજેપીને વોટ આપીએ છે.

વિરોધ થતાં ધારાસભ્ય એક્શનમાં

સાવલી તાલુકાના આઈ સપોર્ટ કેતનભાઈ નામના સોશિયલ મિડિયાના ગૃપમાં ભાજપાના લોકસભાના ઉમેદવાર સામે વિરોધ કરતી પોસ્ટની જાણ ધારાસભ્ય કેતન ઈનામદારને થતા તેમણે તુરંત તેમણે આવા નેગેટીવ મેસેજ, ચેટ નહીં કરવા તેનાથી પાર્ટી અને મારી છબી ખરડાય.અને આપણે પાર્ટીના નિર્ણને વધાવીને નિર્વિવાદીત ઉમેદવાર ડો. હેમાંગ જાેશીને જંગી બહુમતી થી જીતાડવાનો છે તેમ કહ્યું હતું.