અમદાવાદ-

કોરોના વાયરસ મહામારીની આફત વેળાએ લોકડાઉનમાં પેટ્રોલ-ડીઝલના ભાવો સ્થિર રહ્યા બાદ અનલોક-1ની પરિવહન ટ્રાન્સપોર્ટેશન શરૂ થતા પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો નોંધાતા ઈંધણનાં ભાવો ઘટાડવા દેશભરમાં વિરોધનાં પગલે ગત જુલાઈ માસમાં પેટ્રોલીયમ વિભાગ અને સરકારે ભાવોમાં સ્થિરતા રાખી હતી. લાંબા સમય બાદ આજે ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત પાંચ પૈસાનો ડીઝલમાં ઘટાડો થયો છે.

તાજેતરમાં દિલ્હી સરકારે ડીઝલમાં રૂા.8.36 પૈસાનો પ્રતિ લીટરે ઘટાડો કરી આમ જનતાનો આર્થિક બોજ હળવો કર્યો છે. જેની સામે આજે ગુજરાત સૌરાષ્ટ્રમાં માત્ર પાંચ પૈસા જ ડીઝલ સસ્તુ થયુ છે તે પણ લોકડાઉન બાદ આંશીક ઘટાડો થવા પામ્યો છે. ગત જુલાઈ માસમાં પેટ્રોલની સરખામણીએ ડીઝલ વધુને વધુ મોંઘુ થયુ છે. ગત તા.25 મી જુલાઈથી રોજીંદા ભાવ ફેરમાં ગઈકાલ સુધી પેટ્રોલ-ડીઝલનાં ભાવો સ્થિર રહ્યા હતા. આજે ડીઝલમાં 50 પૈસાનો ઘટાડો (રાજકોટ શહેર)માં જોવા મળ્યો હતો. હાલ પણ પેટ્રોલની સરખામણીએ ડીઝલ મોંઘુ છે.