છોટા ઉદેપુર: નગરપાલિકાના પ્રમુખ સામે 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી

છોટા ઉદેપુર-

હાલમાં નગરપાલિકામાં BSP, કોંગ્રેસ અને અપક્ષનું બોર્ડ છે. ત્યારે ખુદ BSPના જ ઉપપ્રમુખ, કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ સહિત BSP, કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના 25 સભ્યોએ પ્રમુખને હટાવા માટે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત કરનારાઓના જણાવ્યા મુૃજબ, સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પ્રમુખ વહીવટ કરે છે. તેથી પ્રમુખને હોદા પરથી દૂર કરવાની તજવીજ કરી છે. છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ નારેન જયસ્વાલના જણાવ્યા મુજબ, આ આરોપ પાયાવિહોણા છે. બિલ્ડર લોબી તેમજ રેતી માફિયાઓને તાબે ન થઇ તેમના ગેરકાયદેસર કામો નથી કર્યા, જે કારણે તેમની સામે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ પણ નારેન જયસ્વાલે લગાવ્યો છે. હાલ આ અવિશ્વાસની દરખાસ્તને પસાર કરવાનો સમય 15 દિવસનો છે. ત્યારે આવનારા સમયમાં પાલિકાના સત્તાનું સુકાન કોણ સભાળે છે. તેના પર હાલ સૌકોઇની નજર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution