ભરૂચ
રાજ્યના મુખ્યમંત્રીએ ૧૧ ડિસેમ્બરના રોજ વાલીયા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં વાલિયા તાલુકાના વિવિધ વિકાસના કામોના ઈ-લોકાર્પણ કરવા સાથે ભરૂચ સિવિલ પાસે આવેલ શેલ્ટર હોમ તથા ભોલાવમાં બની રહેલ ફાયર સ્ટેશનનું પણ ઈ-લોકાર્પણ કયંર્ુ હતું. જેમાં હિન્દુસ્થાન નિર્માણ દળના ધવલ કનોજીયા અને સેજલ દેસાઈએ ફાયર સ્ટેશન અને શેલ્ટર હોમના અધૂરા કામ હોવા છતાં લોકાર્પણ કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. નગરપાલિકાની ટર્મ પુરી થતાં પ્રસિધ્ધિ ભૂખ્યા નેતાઓએ અધૂરા કામોના લોકાર્પણ કરાવી રાજ્યના મુખ્યમંત્રીને પણ અંધારામાં રાખ્યા હોવાનો આક્ષપ કર્યો હતો.
જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પણ આંખ આડા કાન કર્યા હોવાનો દાવો કરાયો હતો. જેના પગલે ભરૂચમાં અધૂરા વિકાસના કામોના ઈ-લોકાર્પણનો મામલો વિવાદની એરણે ચડ્યો હતો. મુખ્ય અધિકારી સંજય સોનીએ વિવાદના પગલે હિન્દુસ્થાન નિર્માણ દળ લોકોમાં ભ્રમ ફેલાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિણામે હિન્દુસ્થાન નિર્માણ દળે પ્રેસ કોન્ફરન્સ કરી સંજય સોની પર વળતા પ્રહારો કર્યા હતા. એચ.એન.ડી.ના ધવલ કનોજીયાએ કહ્યું હતું કે શાસકો દ્વારા કોઈ ભૂલ થતી હોય તો તેનું ધ્યાન દોરવાની જવાબાદારી મુખ્ય અધિકારી હોય શેલ્ટર હોમ અને ફાયર સ્ટેશનના અધૂરા કામો અંગે મુખ્ય મંત્રના ધ્યાને જવાબદાર અધિકારીઓ મારફતે આ વાત લાવવી જાેઇતી હતી. પરંતુ તેઓ મૌન રહ્યા હતા.
Loading ...