ગાંધીનગર ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધાર્મિક સ્થળો અને મહાનુભાવોની મુલાકાતના મુદ્દે હાલ ચર્ચામાં છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના મંત્રીઓના શપથવિધિ સમારોહ બાદ તેઓ રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. આ દરમિયાનમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હી ખાતે જઈને રાજકીય અગ્રણીઓની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહ મંત્રી, સંરક્ષણ મંત્રી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ, સહિતના રાજકીય મહાનુભાવોની સાથે મુલાકાત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને જૈન ધર્મના તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ અર્પણ કરી હતી. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમણે દાદા ભગવાનની બુક અર્પણ કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૈન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ અર્પણ કરી હતી. દિલ્હીના રાજકીય પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા તદુપરાંત કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની પણ મુલાકાત લીધી હતી,