મુખ્યમંત્રી રુપાણી દ્વારા આજે 20 ધન્વંતરી રથનું લોકાર્પણ કરાશે

અમદાવાદ-

રાજ્યભરમાં વધતા જતા કોરોના સંક્રમણથી ચિંતીત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના.મુખ્યમત્રી નીતીન પટેલ સહીત ટોચના અધિકારીઓ આજે સવારે મોરબી-રાજકોટની મુલાકાતે દોડી આવ્યા હતા અને જીલ્લા કલેકટરો સાથે કોરોના બેડ, દવા-ઈન્જેકશન, ઓકસીજન, તબીબો-પેરા મેડીકલ સ્ટાફ સહીતનાં ડઝનબંધ મુદાઓની વિગતો મેળવી, સમીક્ષાઓ કરી જરૂરી સુચનાઓ આપી હતી. દરમિયાનમાં અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અને શહેરમાં કોરોના ટેસ્ટની તેમજ સારવારની જરૂર વધી પડતાં શનિવારે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા શહેરને વધુ ધનવન્તરી રથ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય થયો હતો. આ અંતર્ગત 20 જેટલા ધનવન્તરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution