બાળકોની  પસંદનું  હોમમેડ કાલા ખટ્ટા શરબત!
20, જુન 2020 990   |  

ગરમીની સીઝનમાં જો તમે પણ ઠંડક મેળવવા ઈચ્છો છો તો તમે ઘરે જ આ શરબતની મજા માણી શકો છો. તમારે બહારથી કોઈ પણ અન્ય પ્રકારના પીણાં ખરીદવાનું ભૂલી જશો. જો તમે તમારા ઘરના લોકોને આ સમયે આ કાલાખટ્ટા શરબત આપશો તો તેનાથી તેમની ઇમ્યુનિટી પણ વધશે અને સાથે જ બાળકો પણ હોંશે હોંશે તેનો સ્વાદ માણીને થશે ખુશ.

સામગ્રી:

1 કપ દળેલી ખાંડ,અડધો કપ ગ્લુકોઝ,1 ચમચી શેકેલું જીરું,1 ચમચી સંચળ,ચપટી મીઠું,1 ચમચી,લીંબુના ફૂલ,કાલા ખટ્ટા એસેન્સ,ફૂડ કલર

બનાવાની રીત: 

સૌ પહેલાં મિક્સરનો બાઉલ લો. તેમાં દળેલી ખાંડ અને ગ્લુકોઝ પાવડર મિક્સ કરો. તેમાં લીંબુંના ફૂલ મિક્સ કરો. તેને ફરી એક વાર ક્રશ કરી લો. તેમાં સંચળ પાવડર મિક્સ કરો. શેકેલા જીરાનો પાવડર પણ મિક્સ કરો અને ચપટી મીઠું મિક્સ કરો. હવે કાલાખટ્ટા એસન્સને મિક્સ કરો અને ક્રશ કરો. તેને ધીમે ધીમે ચાલુ બંધ કરીને ક્રશ કરો. એકદમ બારીક પાવડર બનાવો. તૈયાર થઈ જશે કાલાખટ્ટા શરબત.

જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે તેને ઠંડા પાણીમાં મિક્સ કરીને બરફના ટુકડા નાંખીને સર્વ કરી શકો છો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution