દિલ્હી-

ભારત અને અમેરિકા હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકસાથે મળીને કામ કરશે. તેના એજન્ડા અને સંબંધિત મુદ્દાઓ પર 28 અને 29 ઓક્ટોબરે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા થઈ જેના વિશેની માહિતી ભારતીય રાજદૂતે આપી. અમેરિકા અને ભારત બંને દેશોએ 2021-22 દરમિયાન UNSC ના બિન સ્થાયી સભ્ય તરીકે ભારતના આગામી કાર્યકાળ દરમિયાન મળીને કામ કરવા પર સંમતિ વ્યક્ત કરી. વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે કહ્ય્š, 'બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડા અને હાલના ઘટનાક્રમો પર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. તે ભારતના આગામી કાર્યકાળમાં યુએનએસસીના બિન સ્થાયી સભ્ય તરીકે એક સાથે મળીને કામ કરવા પર સંમત થયા છે.'

આ ઉપરાંત ભારત અને અમેરિકાએ લોકતંત્ર, બહુલવાદ અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પોતાા સંયુક્ત મૂલ્યોને જાેતા મળીને કામ કરવા પર પણ સંમતિ વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, 'અધિક સચિવ(આંતરરાષ્ટ્રીય સંગઠન અને શિખર સંમેલન) વિનય કુમારે વૉશિંગ્ટ ડીસીમાં 28-29 ઓક્ટોબર ૨૦૨૦એ અમેરિકી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કર્યુ હતુ.'

ભારત અને અમેરિકાના એકસાથે કામ કરવાથી ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકા અને ચીન બંને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે જ્યારે ભારત અસ્થાયી સભ્ય છે. પરંતુ છેલ્લા રેકોર્ડને જાેવામાં આવે તો યુએનએસસીમાં જ્યારે જ્યારે ભારતે વૈશ્વિક આતંકવાદ સામે પોતાના સૂચન અને પ્રસ્તાવ રજૂ કર્યા છે ત્યારે ચીને દર વખતે તેમાં કોઈને કોઈ અડચણ નાખી છે. ભારત અને ચીનમાં મેથી પૂર્વ લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. વળી, બીજી તરફ અમેરિકા સાથે ચીનના સંબંધો પણ ઠીક નથી. હાલમાં 2+2 વાતચીતમાં પણ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીન પર ચર્ચા કરી છે.