08, જુલાઈ 2024
495 |
નવી દિલ્હી:સતત ત્રીજીવારની સરકાર રચ્યાં બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૮ જુલાઈએ રશિયાની મુલાકાતે ગયા છે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જૂની મિત્રતાને વધુ એકવાર મ્હોર મારશે. હાલના વૈશ્વિક સમિકરણને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાત ઉપર ચીન, પાકિસ્તાન અને અમેરિકા બાજ નજર રાખી રહ્યાં છે. પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે જેમની અમેરિકા અને રશિયા બંને સાથે ગાઢ મિત્રતા છે, આવી સ્થિતિમાં આ પ્રવાસની વિશ્વ વ્યવસ્થા પર શું અસર પડશે, શું યુક્રેન યુદ્ધને લઈને રશિયાની રણનીતિ બદલાશે પીએમ મોદીની આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહેલ રશિયા મુલાકાત ૨ દિવસની છે. વડાપ્રધાન મોદી ૫ વર્ષ પછી રશિયા જઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદીની મુલાકાતમાં ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ સિવાય પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાયને પણ મળશે. આ પ્રવાસમાં ભારતને જીેં-૫૭ની ભેટ મળવા જઈ રહી છે. જ્યારે મેંગો શેલ્સ પર પણ અંતિમ તબક્કાની વાતચીત થઈ શકે છે. જેનાથી ભારતની સૈન્ય તાકાત વધશે અને વધુ શક્તિશાળી બનશે.છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ છઠ્ઠી મુલાકાત હશે. આવતીકાલ ૮ થી ૯ જુલાઈના રોજ વડાપ્રધાન મોસ્કોમાં રશિયાની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. અગાઉ, તેઓ ૪-૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ રશિયા ગયા હતા. ૨૧ મે ૨૦૧૮ના રોજ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર બેઠક પણ યોજાઈ હતી.