બેઇજીગં,

ચીનની સંસદે મંગળવારે હોગંકોગં માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરી દીધો છે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાં ચીની શાસનમાં પરત હોગંકોગં માટે આ એક મોટું મૌલિક પરિવર્તન માનવામાં આવી રહ્યુ છે.

ચીનની નૅશનલ પીપલ્સ કાંગ્રેસની સ્થાયી સમિતિએ સર્વસંમતિથી આ કાયદો પસાર કરી દીધો. આ બદલાવને અમેરિકા, બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોની સરકારો સાથે ઘર્ષણના રસ્તે ચીનનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યુ છે. આનાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હોગંકોગંની સ્વાયત્તતામાં ઘટાડો થશે.

જાકે, આ કાયદાની રૂપરેખા હજુ સુધી પ્રકાશિત થઈ નથી. ચીનનું કહેવું છે કે આ કાનૂન આતંકવાદ, અલગતાવાદ અને તેના વિદેશી તાકાતો સાથે મેળાપીપણાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે.

આ કાયદા પર ચર્ચા શરૂ થયા પછી દેશમાં લોકતંત્રના સમર્થનમાં હાંગકાંગમાં અનેક વાર હિંસક પ્રદર્શનો થયા છે.

બ્રિટનના હાથમાંથી જ્યારે હાંગકાંગની સત્તા ચીનને 1997માં સોંપાઈ હતી ત્યારે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા હતા જે હેઠળ હાંગકાંગને કેટલીક ખાસ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી જે ચીનમાં લોકો પાસે નથી.

પાછલા મહિને જ ચીનને ઘોષણા કરી હતી કે તે આ કાયદો લાગુ કરશે. આ કાયદા પ્રમાણે જે લોકો વિદેશી તાકાતોની મદદથી હાંગકાંગમાં અલગતા, તોડફોડ અથવા આતંકવાદ જેવી ગતિવિધિઓમાં સક્રિય ઠેરવાશે તો એમના પર ગુનાહિત કલમો લગાવીને એમને દંડિત કરી શકાશે.

ટીકાકારોનું કહેવું છે કે આ નવો કાયદો હાંગકાંગની ઓળખ માટે એક મોટું જાખમ છે. તેમણે ચેતવણી આપી છે કે આ કાયદો હાંગકાંગની ન્યાયિક સ્વતંત્રતાને નબળી કરી નાખશે અને શહેરની એ સ્વતંત્રતાને નષ્ટ કરી દેશે જે ચીનમાં રહેનારા લોકોને ઉપલબ્ધ નથી.