વુહાનના કોરોનાનો ઘટસ્ફોટ કરનાર ચાઈનીઝ મહિલા પત્રકારની ધરપકડ
19, ડિસેમ્બર 2020 1485   |  

બીજીંગ-

ચાઈનાએ પ્રારંભથી જ કોરોના અંગે સતત રહસ્યમય સંકેતો આપ્યા છે. પહેલા તો તેણે કોરોનાનો ઉદભવ જ નકાર્યો હતો. બાદમાં કોરોનાનો પ્રારંભ ચાઇનામાં થયો છે તે પણ નકાર્યુ હતુ પરંતુ ધીમે ધીમે ચીને એક બાદ એક સત્ય સ્વીકારવું પડયું છે. આ વચ્ચે વુહાન કે જયાં ચાલુ વર્ષે ફરી એક વખત કોરોના વાઈરસ નજરે ચડયો હતો તેનો ઘટસ્ફોટ કરનાર ચાઈનીઝ મહિલા પત્રકાર ઝીયાંગ ઝાનની ધરપકડ કરવામાં આવી છે. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વુહાનનો પ્રવાસ કર્યો હતો અને કોરોનાની પરિસ્થિતિ અંગે દુનિયાને માહિતી આપી હતી. જ્યારે ફરી એક વખત વુહાનમાં કોરોના વાઈરસ દેખાણો હોવાની પણ જાણકારી હતી. ચાઈનીઝ સરકારે તેને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે અને તેની ધરપકડ કરી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution