ઈન્શ્યોરન્સ માટે પોતાની ઈચ્છા અને બજેટ અનુસાર પ્લાનની પસંદગી કરો


નવીદિલ્હી,તા.૨૧

લાઈફ ઈન્શ્યોરન્સ ખૂબ જ સમજી વિચારીને લેવો જાેઈએ. કારણ કે દરેક કંપની પોત પોતાના પ્રોડક્ટને તમારા માટે બેસ્ટ ગણાવે છે. છતાં અમુક એવી ટિપ્સ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેને ફોલો કરીને તમે સરળતાથી પોતાના માટે પોલિસી સિલેક્ટ કરી શકશો.

વીમો ખરીદતા લોકો મોટાભાગે ઓનલાઈન આપેલી જાણકારીથી કન્ફ્યુઝ થતા રહે છે. ઘણી વખત ખોટો વીમો પણ ખરીદી લે છે અને આજ રીતે ખોટી જાણકારીના આધાર પર કોઈ ખોટો ર્નિણય લઈ લે છે. તમારી સાથે આમ ન થાય તેના માટે અહીં અમુક ટિપ્સ આપવામાં આવી છે જેથી પહેલી વખત વીમો લેનાર લોકો તેનાથી બચી શકે છે અને વગર કોઈ મુશ્કેલીએ વીમા પ્લાન સિલેક્ટ કરી શકે છે.

ઈન્શ્યોરન્સ માટે પોતાના ઈચ્છા અનુસાર અને બજેટ અનુસાર પ્લાનની પસંદગી કરો. પરંતુ વીમા યોજના સિલેક્ટ કરતા પહેલા પોતાની તરફથી સંપૂર્ણ જાણકારી ભેગી કરી લેવી જરૂરી છે. તમે પોતાની જરૂરીયાતો, સમયગાળા, વ્યક્તિગત જરૂરીયાતો અને નોન-નેગોશિએબલ વસ્તુના આધાર પર પોતાની વીમા યોદનાઓને પર્સનલાઈઝ્‌ડ કરી શકો છો.આ કોઈ પણ માટે સુરક્ષાની સૌથી સારી રીત છે. આ અન્ય પ્રકારના જીવન વીમાની તુલનામાં સસ્તો છે. જાે તમે તેને યુવાનીમાં ખરીદો છો તો તેમને સસ્તો પણ પડશે.

તમે પોતાની ઉંમરના ૨૦ કે ૩૦ના દશકમાં પ્રારંભિક ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સની સાથે પ્રીમિયમ પર ૫૦ ટકા સુધીની બચત કરી શકો છો. ઉદાહરણ તરીકે ૧ કરોડ રૂપિયાના કવરની સાથે ૩૦ વર્ષના ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સની કિંમત ૩૦ વર્ષની ઉંમરમાં વાર્ષિક ૭,૭૮૮ રૂપિયા, ૩૫ વર્ષની ઉંમરમાં ૯,૯૧૨ રૂપિાય, ૪૦ વર્ષની ઉંમરમાં ૧૩,૨૧૬ રૂપિયા અને ૪૫ વર્ષની ઉંમરમાં ૧૭,૭૦૦ રૂપિયા છે. જાેકે અલગ અલગ કંપનીઓના હિસાબથી આ રેટ અલગ અલગ હોઈ શકે છે.

વીમો ખરીદતી વખતે સંપૂર્ણ જાણકારી મેળવી લો અને સુનિશ્ચિત કરો કે તમે કઈ કંપનીની પોલિસી ખરીદી રહ્યા છો. તેના પર વિશ્વાસ કરતા પહેલા દરેક વસ્તુ ચેક કરી લો. કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયોને જાણો. કંપનીના વિશે થોડું વાંચો. તેમની વેબસાઈટ પર જુઓ. આ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution