છોટાઉદેપુર ભાજપ ના ઉમેદવારે પોતાના પરિવાર સાથે છોટાઉદેપુર ના વસેડી ખાતે પ્રાથમિક શાળા માં મતદાન કર્યું


છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા છોટાઉદેપુર વિધાનસભા અને પાવીજેતપુર વિધાનસભામાં જંગી મતદાન થયું 64 ટકા જેટલું મતદાન થતા ભાજપ ના કાર્યકરો ગેલ માં વધુ મતદાન થી ભાજપ ને ફાયદો થાય તેવી ગણતરી જયારે કોંગ્રેસ ના કાર્યકરો માં પરિવર્તન ની આશા બંનેવ પાર્ટી ના ઉમેદવારો એ જીત ના દાવા કર્યા સુખરામ રાઠવા એ ગુજરાત માં 8 લોકસભા સીટ કોંગ્રેસ જીતશે નો દાવો કર્યો કોંગ્રેસ ગત લોકસભા કરતા આ વખતે મતબૂત બની જયારે ભાજપ ના ઉમેદવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નામે વોટ મળશે તેવું જણાયું
છોટાઉદેપુર જિલ્લા માં છ તાલુકા આવે છે જેમાં ત્રણ વિધાન સભા સીટ આવે છે જયારે ત્રણ વિધાન સભા સીટ માં સવાર થી જ મતદારો ની લાઈનો લાગી હતી અને છોટાઉદેપુર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની મજા લૂંટવા માટે ઘરો માંથી લોકો પોતાની જાતે મતદાન મથકે પહોંચી ને પોતાના મત અધિકાર નો ઉપયોગ કરી દેશ ની સરકાર બનાવવા માટે મત નાખ્યો હતો જયારે છોટાઉદેપુર જિલ્લામાં મતદાન માટે ભારે ઉત્સાહ હતો જેમાં મતદારો આ વખતે આક્રમક અંદાજ માં હતા જયારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જામલી ગામે છોટાઉદેપુર લોકસભા ના ઇન્ડિયા ગઢ બંધન ના ઉમેદવાર સુખરામ રાઠવા પોતાના પરિવાર સાથે માટે નાખી ને જણાવ્યુ કે ગુજરાત માં આ વખત પરિવર્તન આવશે અને 8 લોકસભા ની સીટ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઢ બંધન જીતશે જયારે છોટાઉદેપુર લોકસભા માં જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે ગુજરાત માં તાનાશાહી વાળી સરકાર અને કેન્દ્ર માં બેઠેલી સરકાર મોંઘવારી બેરોજગારી વાળી સરકાર થી લોકો થાકી ને લોકો પરિવર્તન ઇચછી રહ્યા છે જયારે ભાજપ ના ઉમેદવાર જસુભાઈ રાઠવા એ ભાજપ સરકાર આદિવાસી વિસ્તાર માં વિકાસ ના કામો કરેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ ની સરકારે 10 વર્ષ માં અનેક યોજનાઓ થી પ્રજા ને ફાયદો પહોંચાડ્યો છે અને અનેક યોજનાઓનો લાભ લોકો ને મળ્યો છે 5 લાખ કરતા વધુ મત થી જીતવાનો દાવો કર્યો છે જયારે ભાજપ અને કોંગ્રેસ આમ બંનેવ પાર્ટી ના ઉમેદવારો જીત માટે દાવેદારી કરી છે પરંતુ ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે જયારે આ વખતે આદિવાસી વિસ્તાર માં મોંઘવારી બેરોજગારી ને લઈને મતદારો આક્રોશ માં હતા પરંતુ મતદારો કોની તરફ મતદાન કર્યું છે તે તો પરિણામ બતાવશે
બોક્સ વડોદરા બરોડા ડેરી ના ઉપ પ્રમુખ જી.બી.સોલંકી નસવાડી ના વતની છે તેઓ બરોડા ડેરી માં નસવાડી બેઠક ઉપર થી ચૂંટણી જીતે છે તેઓનું મતદાર યાદી માં નામ નસવાડી ખાતે ચાલે છે વડોદરા માં વર્ષો થી રહે છે પરંતુ તેઓ આજદિન સુધી નસવાડી માંથી નામ કમી કરાવ્યું નથી અને વતન માજ મતદાન માટે આવે છે દરેક ચૂંટણી માં મતદાન કરીને લોકશાહી ના પર્વ માં ભાગીદાર બને છે ભાજપ ના દિગ્ગજ નેતા તરીકે તેઓની ગણના થાય છે પરંતુ તેઓ નસવાડી ગામ પ્રત્યે ભારે આદર રાખે છે
બોક્સ નસવાડી તાલુકાના કુકરદા ગામ ની 5 હજાર ની વસ્તી છે અને આ ગામમાં વર્ષો થી 12 જેટલા ફળિયા ઓને આજદિન સુધી રસ્તા ની સુવિધા મળી નથી જેને લઈને મતદારો પગપાળા ચાલીને મતદાન મથક ઉપર પહોંચી ને મત આપીને તેઓ એવું આશા રાખી રહ્યા છે અમે મત આપ્યો છે અને સારી સરકાર આવે તો અમને રસ્તા ની સારી સુવિધા મળે જયારે નસવાડી તાલુકામાં આ વખતે ગરમી નું પ્રમાણ વધારે હોવાથી મતદારો વહેલી સવાર થી જ મતદાન મથક ઉપર પહોંચી જઈને મત આપીને પોતાના મત અધિકાર નો ઉપયોગ કર્યો હતો જયારે ચૂંટણી પંચે પણ મતદારો ને તાપ ના લાગે તે માટે દરેક મતદાન મથક ઉપર મંડપ ની સુવિધા ઉભી કરી હતી જયારે અસહ્ય ગરમી ના કારણે મતદારો લાઈન માં પરસેવે રેબઝેબ થયા હતા નસવાડી તાલુકામાં મતદાન નો મતદારો એ ઉપયોગ કર્યો હતો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution