છોટાઉદેપુરના પાડલિયામાં માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિકઢબે કરાતી ખેતી

છોટાઉદેપુર, તા.૪

 છોટાઉદેપુર તાલુકાના પાડલીયા ગામે રહેતા રાઠવા ભણતા ભાઈ રાયસીંગભાઈ એ પોતાના ખેતરમાં જૈવિક ખાતરો અને દવાઓ ઉપર આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે. અને કંકોળા નામની શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવેલ છે. આ કંકોળા દેશી કંકોળા સામે આગવી વિશેષતા ધરાવે છે.આ કંકોળા સો ગ્રામ જેટલા એક નું વજન ધરાવે છે. અને જે અનેક બીમારીઓ માટે ઔષધી તરીકે કારગર સાબિત થાય છે.

દેશી ભાષામાં “ કંટોળા “ તરીકે ઓળખાતા ખાસ ચોમાસું શાકભાજી ના હીરો એવા કંકોળા ખૂબ જ મર્યાદિત દિવસો સુધી બજારોમાં દેખા દેતા હોય છે, માંટે લોકો તેને લેવા માંટે પડાપડી કરતાં હોય છે. અને શરૂઆતમાં તો તેના ભાવો પણ આસમાને હોય છે.આ અંગે ખેડૂત મિત્ર દ્વારા આપેલ માહિતી મુજબ આ ના છોડ નર અને માદા આમ બે પ્રકારના હોય છે જેઓનું ક્રોસિંગ બીજ ઉત્પાદન માટે કરવામાં આવે છે. જે દેશી કંકોળા કરતા અગ્ર આરોગ્યવર્ધક હોય છે. જે ડાયાબિટીસ, હાર્ટ, બીપી જેવી બીમારીઓ માટે ઔષધી તરીકે કામ કરે છે. તથા લાંબા ગાળા સુધી આ સલામત રહે છે. ૧૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતા એક ફળ તરીકે ઉત્પાદન ઉતરે છે જેમાં ખાતર હોય કે દવા તમામે તમામ એકદમ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવતા હોવાથી આરોગ્ય માટે એકદમ ફાયદાકારક સાબિત થાય છે.