યુએસ વિઝા માટે ૫૦ દેશના નાગરિકોએ ૧૫,૦૦૦ ડોલરના બૉન્ડ આપવા પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026  |   1485


વોશિંગ્ટન:અમેરિકા ૨ એપ્રિલથી તેના વિઝા બોન્ડ પ્રોગ્રામમાં વધુ ૧૨ દેશોનો સમાવેશ કરશે અને તેનાથી આ પ્રોગ્રામ હેઠળના દેશોની સંખ્યા વધી ૫૦ થશે. બે એપ્રિલથી વધુ ૧૨ દેશોના નાગરિકોએ બિઝનેસ અને ટુરિઝમ માટે બી-વન અને બી-વન વિઝા મેળવવા માટે ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવા પડશે. જાેકે અમેરિકામાં ઓવરસ્ટે ન કરે અને અને સમયસર યુએસ છોડી દેનારા વિઝાધારકોને આ નાણા પરત કરાશે. આ નિયમનો હેતુ વિઝાની મુદત પછી પણ અમેરિકામાં રહેતા લોકો પર અંકુશ મેળવવાનો છે. બીજી એપ્રિલથી આ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૨ દેશોનો સમાવેશ થશે. તેમાં કંબોડિયા, ઇથોપિયા, જ્યોર્જિયા, ગ્રેનાડા, લેસોથો, મોરેશિયસ, મંગોલિયા, મોઝામ્બિક, નિકારાગુઆ, પાપુઆ ન્યૂ ગિની, સેશેલ્સ અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. અગાઉ આ યાદીમાં બાંગ્લાદેશ, ભૂતાન, ક્યુબા, ફિજી, નામિબિયા, નેપાળ, નાઇજિરાય, યુગાન્ડા, વેનેઝુએલા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે જેવા ૩૮ દેશોનો સમાવેશ કરાયો હતો.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન જાેખમ પરિબળોના આધારે આ કાર્યક્રમને વિસ્તૃત બનાવી શકાય છે. હજુ બીજા કેટલાંક દેશોનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે. આ પ્રોગ્રામથી અમેરિકાને થતાં નાણાકીય લાભનો ઉલ્લેખ કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે રહેતાં વિદેશીઓનો દેશનિકાલ કરવા માટે અમેરિકાને સરેરાશ ૧૮,૦૦૦ ડોલરનો ખર્ચ થાય છે. વિઝા બોન્ડ પ્રોગ્રામ ઓવરસ્ટે ઘટાડે છે.તેનાથી અમેરિકાને ૮૦ કરોડ ડોલર સુધીની બચત થાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution