વિશ્વભરના દેશોમાં પોતાની સરકારો પર નાગરિકોનો વિશ્વાસ ઉઠી ગયો છેઃ સર્વેક્ષણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2024  |   તંંત્રીલેખ   |   5544

વિશ્વભરમાં સરકારો વિશ્વાસ ગુમાવી રહી છે! સરકારોમાં વિશ્વાસનો અભાવ એ રાષ્ટ્રીય અને વૈશ્વિક રાજકીય પ્રણાલીઓમાં સુધારાની ઇચ્છાનું પ્રતિબિંબ છે.

વિશ્વના દેશોમાં નાગરિકો સરકારને ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે એ ચર્ચાએ પણ જાેર પકડ્યું છે કે શું આપણને આપણી ચૂંટાયેલી સરકારો પર વિશ્વાસ છે?

તમામ રાજકીય પક્ષો મતદારોને વચનો આપે છે. ઉદાહરણ તરીકે, ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, વિવિધ પક્ષોએ ચૂંટણી ઝુંબેશમાં મતદારોને અવાસ્તવિક વચનો આપ્યા હતા.

લોકો રાજકીય પક્ષના એજન્ડાને મત આપે છે. તેથી કોઈ માની શકે છે કે જે રાજકીય પક્ષ ચૂંટણી જીતે છે તેની પાસે તેના એજન્ડાને આગળ ધપાવવાનો આદેશ છે. ચૂંટાયેલી સરકારો પણ આ આદેશના આધારે તેમની ક્રિયાઓને કાયદેસર બનાવે છે.

પણ શું ખરેખર એવું છે? શું લોકોને આવી સરકારો પર વિશ્વાસ છે? અર્થ ફોર ઓલ નામની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ તાજેતરનો સર્વે આ પ્રશ્નોના જવાબ શોધવામાં મદદ કરે છે. અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને વકીલોના આ જૂથે ભારત સહિત જી-૨૦ દેશોમાં તેમની સરકારો પરના વિશ્વાસ વિશે સર્વેક્ષણના તારણો જાહેર કર્યા છે.

સર્વેમાં એવા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે કે શું ધનિકો પર વધુ કર વસૂલવો જાેઈએ, અને શું લોકોને વિશ્વાસ છે કે તેમની સરકાર પૃથ્વીને પર્યાવરણીય સંકટથી બચાવવા માટે પૂરતું કરી રહી છે. સર્વેમાં જી-૨૦ દેશોના ૨૨,૦૦૦ લોકોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા, જે જુદા જુદા વર્ગના હતા. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે માત્ર ૩૯ ટકા લોકો માને છે કે તેમની સરકાર પર બહુમતીના ભલા માટેના ર્નિણયો લેવા માટે વિશ્વાસ કરી શકાય છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર પર લાંબા ગાળે(૨૦-૩૦ વર્ષમાં) આવા ફાયદાકારક ર્નિણયો લેવા માટે વિશ્વાસ કરી શકાય છે, ત્યારે માત્ર ૩૭ ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો હતો. સરકારમાં આ વિશ્વાસનો અભાવ રાષ્ટ્રીય અને વૈશ્વિક રાજકીય વ્યવસ્થામાં સુધારાની લોકોની ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે. સર્વેક્ષણમાં સામેલ લગભગ બે તૃતીયાંશ લોકો તેમના દેશની રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન ઈચ્છે છે. લગભગ ૩૦ ટકા લોકોએ તેમની રાજકીય વ્યવસ્થામાં ‘સંપૂર્ણ’ સુધારાની જરૂરિયાત દર્શાવી હતી.

આ સર્વેમાં ભારતની રાજનૈતિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસ વિશે પણ રસપ્રદ માહિતી બહાર આવી છે. બહુમતી માટે ર્નિણયો લેવા માટે સરકાર પર વિશ્વાસ કરવાના પ્રશ્ન પર, સર્વેક્ષણમાં ૭૪ ટકા ભારતીયોએ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો હતો. લાંબા ગાળે યોગ્ય ર્નિણયો લેવા માટે સરકારમાં લગભગ સમાન સ્તરનો વિશ્વાસ જાેવા મળ્યો હતો.

દેશ ચલાવવા માટે કઈ રાજકીય વ્યવસ્થા શ્રેષ્ઠ રહેશે? આ પ્રશ્ન પર, ૮૭ ટકા લોકોએ નિષ્ણાતોને દેશ માટે શ્રેષ્ઠ લાગે તે મુજબ ર્નિણય લેવા અંગે મત દર્શાવ્યો હતો. જાે કે, ૮૬ ટકા લોકોએ લોકશાહી રાજકીય વ્યવસ્થા માટે મત આપ્યો હતો.

અર્થ ફોર ઓલના એક્ઝિક્યુટિવ ચેર સેન્ડ્રીન ડિક્સન-ડીક્લેવ કહે છે કે યુરોપમાં સરકારમાં અવિશ્વાસ નોંધપાત્ર છે. તેમના મતે, બે તૃતીયાંશ કરતાં વધુ ઉત્તરદાતાઓએ એવું માન્યું કે જી-૨૦ દેશોની આર્થિક પ્રાથમિકતા માત્ર નફો અને સંપત્તિને બદલે આરોગ્ય, જન કલ્યાણ અને પ્રકૃતિ હોવી જાેઈએ.

આ સર્વેક્ષણના અન્ય મુખ્ય વ્યક્તિએ તારણોનો સારાંશ આપતાં કહ્યું, “વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં અમે સર્વેક્ષણ કર્યું છે. તે મોટાભાગના લોકો માને છે કે આ આબોહવા પરિવર્તન સામે લડવા અને પ્રકૃતિને બચાવવા માટે આ દાયકામાં તાત્કાલિક પગલાંની જરૂર છે. ઉપરાંત ઘણા લોકોને લાગે છે કે અર્થતંત્ર તેમના માટે કામ કરતું નથી. તેઓ રાજકીય અને આર્થિક સુધારા ઈચ્છે છે.”

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution