ફીફા વર્લ્ડ કપમાં શહેરના વિદ્યાર્થીઓનીે હોસ્પીટાલીટી અને ઈવેન્ટ ટીમમાં પંસદગી
17, નવેમ્બર 2022 495   |  

વડોદરા, તા. ૧૬

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એવિએશન એન્ડ હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ફિફા વર્લ્ડ કપ દરમ્યાન ખેલાડીઓ તેમજ મહેમાનો માટે સાર સંભાળ માટે પંસદ પામ્યા છે. તેઓ કતાર ખાતે હોસ્પીટાલીટી અને ઈવેન્ટ ટીમમાં પંસદ પામીને આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં ભાગ લઈને શહેરનું નામ રોશન કરશે.

આગામી તા.૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહા ખાતે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ યોજાશે.જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એવિએશન એન્ડ હોટલ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા બાવીસ વિદ્યાર્થીઓ હોસ્પીટાલીટી અને ઈવેેન્ટ ટીમમાં પંસદ પામ્યા બાદ ત્યાં તાલીમ મેળવીને મહેમાનો તેમજ ખેલાડીઓની સાર- સંભાળનું ધ્યાન રાખશે. ૪૫ દિવસના ખેલ મહોત્સવમાં બારસો દિનારના સ્ટાઈપેન્ડ સાથે બાવીસ વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં ભાગ લેવાનો મોકો મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. આ બાબતે ડાયરેક્ટર તન્વી શાહે જણાવ્યું હતું કે, અમે અમારી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને લઈને તારીખ ૧૦ નવેમ્બરના રોજ મુંબઈથી દોહા ખાતે જવા રવાના થઈશું. ત્યાં તારીખ ૧૧થી અમારી ટ્રેનીંગ શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાતમાંથી આ કામગીરી કરવા માટેનો એકમાત્ર શ્રેય અમારા ઇન્સ્ટિટયૂટને પ્રાપ્ત થયો છે જે ફીફા વર્લ્ડ કપમાં હોસ્પિટાલિટીની કામગીરી સંભાળનાર છે. તારીખ ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર દરમિયાન મેચ પૂર્ણ થયા બાદ અમે વિદ્યાર્થીઓ સાથે પરત ફરીશું. આ વર્લ્ડ કપની ઈવેન્ટમાં વિદ્યાર્થીઓ સાથે ત્રણ પ્રોફેસરોની પણ પંસદગી કરવામાં આવી છે તેઓ પણ વિશેષ કામગીરી હેઠળ આ ઈવેન્ટમાં ભાગ લેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution