રાજુલાના કડીયાળી ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2023  |   4554

 અમરેલી,તા.૧૭

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કડીયાળી ગામ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવતા પોલીસ તંત્ર એલર્ટ થયું છે અહીં સામાન્ય બોલાચાલીના ભાગરૂપે થોડીવાર માટે મામલો ઉગ્ર બની જતા સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ પોહચી જતા વધુ ઘર્ષણ થતા અટક્યું હતુ.

આ ઘટનામાં બે જૂથોની સામ સામે પોલીસ ફરિયાદો નોંધાય છે જેમાં ભુપતભાઇ ભાભલુભાઈ ધાખડા દ્વારા ૬ લોકો સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સરપંચ ગંભીરભાઈ ભગુભાઈ બારૈયાના દીકરા અને ફરિયાદીના સમાજના રવિભાઈ ધાખડા વચ્ચે બંને સામાન્ય બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી તેમજ રવિભાઈ ધાખડા ફરિયાદીના સમાજના હોય જેથી જીલુભાઈ ભુપતભાઇ બારૈયા તથા ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા તથા કુલદીપભાઈ ગંભીરભાઈ બારૈયા તથા વિદુરભાઈ જાેરુભાઈ બારૈયા તથા કાળુભાઇ ભગુભાઈ બારૈયા તથા રામભાઈ ગંભીરભાઈ બારૈયા તમામ રેહવાસી કડીયાળી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી જેવા પ્રાણ ઘાતક હથિયાર ધારણ કરી ત્યાં પેકી કોઈ એક આરોપી ધાબા ઉપરથી કુહાડીનો છૂટો ઘા સામે વાળા ઉપર કરતા બે વ્યક્તિ ઘાયલ થયાની ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદી ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે તેમણે પણ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ફરીયાદના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો કુલદીપ ગામની કરિયાણાની દુકાનમાં કરીયાણુ લેવા ગયો હતો ત્યારે ગામના રવિભાઈ ધાખડાને અડી જતા બોલાચાલી થયા બાદ કુલદીપને ઢીકા પાટુ માર માર્યા બાદ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયારો લઈ ફરિયાદી ઘર પાસે આવી ગાળો આપી ફરિયાદીના વાહનોમાં તોડફોડ કરી બજારમાં પથરના છુટા ઘા કરી વાહનોમાં નુકસાન કર્યાની ફરિયાદ નોંધાય છે આમ બને જૂથોની આમને સામને પીપાવાવ મરીન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે આરોપી જાેરુભાઈ ધાખડા, ભુપતભાઇ ધાખડા, દિલુભાઈ ધાખડા, ભગીભાઈ ધાખડા, હકુભાઈ ધાખડાનો સમાવેશ. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અટકાયતનો દોર શરૂ કર્યો ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્ઢરૂજીઁ હરેશ વોરા ઘટના સ્થળે દોડી આવ્યા અને કોમ્બિગ શરૂ કર્યું જેમાં બંને જૂથના ચાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઉપરાંત પોલીસ બંદોબસ્ત કડીયાળી ગામમાં રાખવામાં આવ્યો છે.

 કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે કુલ ૮ જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે કોઈએ અહીં ભેગું થવું નહિ- ડ્ઢરૂજીઁ ડ્ઢરૂજીઁ હરેશ વોરાએ જણાવ્યું હાલ માં બંને જૂથોના ચાર ચાર આરોપી ઝડપી લીધા છે અહીં બે જ્ઞાતિ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઘટના બની છે મીડિયાના માધ્યમથી બને જૂથોને અપીલ કરું છું કોઈ જ્ઞાતિના લોકો એકત્ર થાય નહિ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution