વડોદરા, તા. ૨૨

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર કેન્દ્ર સરકારની સવિંધાનિક સંસ્થાઓનો દૂર ઉપયોગ કરી વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.તેવા આક્ષેપ સાથે તેમજ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની ઇડી દ્વારા પૂછપરછના વિરોધમાં આજે વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની ઇડી દ્વારા પૂછપરછના વિરોધમાં આજે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. તેમજ બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષાના મુદ્દા સાથે ગુજરાત રાજ્ય અને વડોદરામાં વરસાદની પ્રિમોનસુન કામગીરી અને સ્માર્ટ સિટીના નામે જે કરોડો રૂપિયાંનો ભ્રષ્ટાચાર થયો છે. એ તમામ મુદ્દાને ઉજાગર કરવા માટે આજે ગાંધીનગર ગૃહ ખાતે ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બી. એમ. સંદીપની ઉપસ્થિતીમાં ઘરણાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ,શહેર કોંગ્રેસ પ્રમુખ કોપેર્ોરેશનમા કોંગ્રેસ પક્ષના નેતા તેમજ શહેરના કોંગ્રેસના નગરસેવકો અને મોટી સંખ્યામાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ ન ડરેંગે, ન ઝુકેંગે ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દરમિયાન પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોની અટકાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્યા ઘર્ષણ સર્જાયું હતું. અટકાયતનો વિરોધ કરવા દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નો મોબાઇલ પર ક્યાંક પડી ગયો હતો અને ગુમ થઇ ગયો હતો.