યુનિ.માં બે વિદ્યાર્થીજૂથો વચ્ચે મારામારી
16, માર્ચ 2023

વડોદરા, તા૧૫

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનો વિવાદ પીછો છોડતો નથી. અને યુનિ.પરીસરમાં બનતી વિવાદસ્પદ ઘટનાઓ યુનિમાં રોજીંદી બની ગઇ છે. ત્યારે ફરીએકવાર યુનિ. પરીસરમાં આર્ટસ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થીઓ જુથો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ જુથોને યુનિ. સુરક્ષા વ્યવસ્થા કે વિજલન્સ ટીમનો ડર રહ્યો નથી. અને એટલા માટે વિદ્યાર્થીઓએ શૈક્ષણિકધામને અસમાજીક પ્રવુતિઓનું સ્થળ બનાવી દિઘુ છે.

 અને વાંરવાર યુનિ. પરીસરમાં બનતી આવી હિસંક મારામારીની ઘટનાઓ સર સયાજીરાવ યુનિવસિર્ટીની ગરીમા ને ઠેસ પહોંચાડે છે. અને બહુમતિ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પર આવી ઘટનાઓની નકારાત્મક અસર પડે છે. બીજી બાજુ યુનિ. સત્તાધીશો વિદ્યાર્થીઓ દ્વારા મારામારી સહિતની વિવાદસ્પદ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

  યુનિની આર્ટસ ફેકલ્ટીમાં એએસયુ વિદ્યાર્થી સંગઠન સહિત એબીવીપી અને યુનાશકિત વિદ્યાર્થી જુથો વિદ્યાર્થીઓમાં પોતપોતાનું દબદબો રાખવા વિદ્યાર્થી સંગઠનોને એક બીજા સાથે કટ્ટર હરીફ બની ગયા છે.

 અને તેઓ યુનિ.ની ગરીમાને બાજુ પર મુકી ગમે તે હદે વર્તન કરતા ખચકાતા નથી. વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થવા માટે ત્રણે સંગઠનના નેતાઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. અને ગમે તેવી અપ્રિય ઘટનાઓને અંજામ આપતા ખચકાતા નથી.

 યુનિનાં આ ત્રણ વિદ્યાર્થી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને સોશિયલ મીડીયામાં અભ્યાસક્રમ મામલે વિવાદ ઉભો થયો હતો. અને ત્યારબાદ સોશિયલ મિડિયામાંજ આ વિદ્યાર્થીઓ અપશબ્દો સહિત એકબીજા જુથોને ધામધમકી આપવાની હરકત પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો અને તેના પડધા આર્ટસ ફેકલ્ટીમાં પડયા હતા અને વિદ્યાર્થીઓનાં જુથોના ટોળાઓ એકત્રિત થઇ ગયા હતા. અને એક સમયે સ્થિતિ વણસતા મારામારી પર ઉતરી આવ્યા હતા. અને યુનિ.પરીસરમાં વાતવરણ ઉગ્ર બની ગયુ હતુ.

 યુનિ. આર્ટસ ફેકલ્ટી ખાતે સ્થિતિની ગંભીરતાને ધ્યાંનમા લઇને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જાે કે યુનિ. વિજલન્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution