કલકેટર કચેરીના પરિસરમાં શહેર કોગ્રેંસ દ્વારા કરવામાં આવેલ મૌન પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઇ લોકશાહી બચાવોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરવાનગી લીધા વિના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ત્યાર બાદ મનપાના વિરોધ પક્ષના નેતા અમી રાવતની મહિલા પોલીસે અટકાયત કરી હતી.સમગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમને પોલીસ દ્વારા રોકવામાં આવતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાતાવરણ બની ગયું હતું. જાે કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.