રાજકોટ રંગીલા રાજકોટની શાંતિમાં પલીતો ચંપાઇ ગયો હતો. મોબાઇલમાં મેસેજ મોકલવાની બાબતે બે જૂથોના યુવાનો આમને સામને આવી ગયા હતા. મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ થઇ હતી. ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી. આ અંગે રાજકોટ શહેરના છઝ્રઁ જે.એસ.ગેડમે નિવેદન આપતાં જણાવ્યું રાજકોટ શહેરમાં ગત મોડી રાત્રે થયેલા જૂથ અથડામણ બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ફરિયાદ નોધાતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અત્યારસુધી બંને પક્ષે ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં માથાભારે શખ્સોને પોલીસનો સહેજ પણ ભય નહોય તેવો ઘાટ સર્જા‍યો છે. લુખ્ખાઓ બેફામ બન્યા છે.