વડોદરા, તા.૨૨

કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ થી બંધ રહેલ ધોરણ-૧થી ૫ સુધીની સ્કૂલો શરૂ કરવાના રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા ર્નિણયને પગલે શહેરની સરકારી અને ખાનગી સ્કૂલો ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવવા માટે સજ્જ થઇ હતી. જાેકે,લાંબા સમય બાદ સ્કૂલો પ્રારંભ થવાના પ્રથમ દિવસે શહેરની માટોભાગની સ્કૂલમાં ધોરણ-૧ થી ૫ના વિદ્યાર્થીઓ આવ્યા ન હતા.તો કેટલી સ્કૂલોમાં ગણ્યા ગાઠ્યા વિદ્યાર્થીઓ જાેવા મળ્યા હતા. સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા નથી. પરંતુ, આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ રાબેતા મુજબ આવવાની શરૂઆત થશે.

કોરોનાના કારણે બંધ કરવામાં આવેલી સ્કૂલો કોરોનાના કેસોમાં ધટાડો થતા તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. ૨૦ માસ બાદ ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ થઇ હતી. આજે પ્રથમ સ્કૂલ સંચાલકો ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે સજ્જ હતા. પરંતુ. વિદ્યાર્થીઓ આવ્યા ન હોવાથી શિક્ષકોને ક્લાસમાંજ બેસી રહેવું પડ્યું હતું.

જાેકે, ધો-૧થી ૫ના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ન આવતા આજે પણ સ્કૂલ શિક્ષકોને રાબેતા મુજબ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાની ફરજ પડી હતી. જાેકે,કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરીને સ્કૂલ શરૂ થઇ ગઇ હોવાના મેસેજ કરવામાં આવ્યા હતા. પરંતુ, વાલીઓ દ્વારા શાળા શરૂ થયાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનુ ટાળ્યુ હતુ.

જાેકે આજે સ્કૂલોમાં નહીંવત હાજરી રહેવા પાછળનું બીજુ કારણ સ્કૂલ વાન અને રીક્ષાઓને હજુ મંજૂરી આપવામાં ન હોવાનું પણ છે. વહેલી સવારની સ્કૂલોમાં અભ્યાસ કરતા મોટા ભાગના ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓ સ્કૂલ ઓટો અથવા સ્કૂલવાનમાં જતા હોય છે. સ્કૂલમાં જવા માટે વાલીઓ પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાના કારણે પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી જાેવા મળી ન હતી. ખાનગી શાળાઓ ઉપરાંત કોર્પોરેશન સંચાલિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી.