રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાે કે વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાદળાં ઘેરાઈ રહ્યાં છે. પરંતુ મેઘરાજા હજી મનમુકીને વરસ્યા નથી છૂટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક છવાતાં લોકોએ થોડી રાહત અનુભવી છે. પરંતુ લોકો મેઘરાજા મહેર કરે તેવી આશા સેવી રહ્યા છે. શહેરમાં સુરસાગર તળાવ પાસેનો વાદળિયા માહોલનો આહ્‌લાદક નજારો કેમેરામાં કંડારાયો હતો.