20, ફેબ્રુઆરી 2021
2277 |
દિલ્હી-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. આવતીકાલે છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોના નેતાઓએ મતદારોને રિઝવવા એડિચોટીનું જાેર લગાવ્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટિ્વટ કર્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરતા લખ્યું, 'એક મોકો છછઁ ને, પછી જુઓ ગુજરાતને' ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ગુજરાતમાં આવી રોડ શો અને ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી જાેરશોરથી લડી રહી છે.
મનીષ સિસોદીયાએ સુરતમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડશોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા છેલ્લી ઘડી સુધી આપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.