અમદાવાદ-
ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે, તો સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમોના આયોજનો વિશે વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન “ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
5 કરોડના ખર્ચે બનશે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બવાવવામાં આવશે. આ મ્યુઝીયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.
Loading ...