અમદાવાદ-
અમદાવાદ શહેરમાં ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા 8 દર્દીઓના દુખદ મોત નીપજ્યાં છે. નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં ચોથેમાળે આવેલા આઇસીયુમાં આગ લાગતા દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યનાં મુખ્યમંત્રીએ 3 દિવસમાં તપાસ કરીને તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. સીએમએ 3 દિવસમાં રિપોર્ટના આદેશ કર્યા
આ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.