ગાંધીનગર-

ગુજરાતમાં આ વખતે કોરોનાની આ બીજી લહેર ખુબ જ ભયાનક સાબિત થઇ હતી . જે અંતર્ગત હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સુવિધાઓની અગવડતા વગેરે જેવી સમસ્યા સર્જાય હતી. જેમને લઈને આ વખતે ગુજરાત સરકાર ફરીથી આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગવ થી જ વ્યવસ્થા કરવામાં લાગી ગઈ છે. જેથી જો હવે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો ગુજરાત તેનો સામનો કરવા સક્ષમ રહશે. જેને લઈને પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ આ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે.ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતા વાળા આ પ્લાન્ટથી એક સાથે 40 સિલીન્ડર ભરી શકાશે. પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે તે અંતર્ગત જ આ પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાટણના આ ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણમાં સાંસદ ભરતસિંહ ડાભી, નગરપાલિકા પ્રમુખ સ્મિતા બહેન અને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વોરા,રજિસ્ટ્રાર, તેમજ જિલ્લા કલેકટર ગુલાટી અને પ્લાન્ટમાં સહયોગ આપનારા દાતાઓ જોડાયા હતા.