અમદાવાદ-

14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન ઢળી પડ્યા હતા. બાદમાં તેમના સ્વાસ્થ્યની ચકાસણી માટે અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 ફેબ્રુઆરીએ તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે એક અઠવાડિયાની અંદર મુખ્યમંત્રીએ કોરોનાને મ્હાત આપી છે. આજે તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. CM રૂપાણી સાંજે 5 વાગે રાજકોટ ખાતે મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે. આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. તેઓ કોરોનાની સારવાર માટે હાલ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે, જોકે તેમનો હાલ કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.