અમદાવાદ-

આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરુ થઈ ચુક્યું છે. રાજકોટમાં કુલ 293 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટ ખાતે મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે સાંજે 5 કલાકથી 6 કલાક સુધીમાં રાજકોટમાં મતદાન કરશે. તેઓ પીપીઈ કીટ પહેરી કોરોના માટેની ગાઇડલાઇનનું પાલન કરી મતદાન કરશે. તેઓ હાલ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યાંથી તેમને એર એમ્બ્યુલન્સમાં રાજકોટ લાવવામાં આવશે. મતદાન બાદ રાજકોટથી તેઓ સાંજે 8:45 કલાક સુધીમાં અમદાવાદ પરત ફરશે.

મહત્વપૂર્ણ છે કે કોરોનાના દર્દીઓ માટે મતદાન કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ માટે મતદાન મથક પર પીપીઈ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડના દર્દીઓ છેલ્લા એક કલાકમાં મતદાન કરી શકશે. જે દર્દીઓએ નોંધણી કરાવી હશે તે મતદાન કરી શકશે. જેમાંથી એક મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છે. રાજ્યમાં સવારથી જ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 9 વાગ્યા સુધીના સરેરાશ મતદાન પર નજર કરીએ તો. રાજકોટમાં 10 % મતદાન, અમદાવાદમાં 08 % મતદાન, સુરતમાં 08 % મતદાન, વડોદરામાં 09 % મતદાન, ભાવનગમાં 08 % મતદાન, જામનગરમાં 09 % મતદાન થયું હતું.