વડોદરા,તા.૧૧

શહેરમાં સતત ત્રીજા દિવસે તીવ્ર ઠંડીના ચમકારાથી લોકો ઠૂંઠવાયા હતા. ઉત્તર – પૂર્વ દિશા તરફથી ચૌદ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા શહેરીજનો ઠંુંઠવાયા હતા. તિવ્ર ઠંડીના કારણે વહેલી સવારે માર્ગો પર ધુમ્મસ છવાયું હતું. દિવસ દરમ્યાન લધુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા રાત્રી દરમ્યાન મોટા ભાગના માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં શહેરીજનો ઠંડીથી રાહત મેળવવા માટે તાંપણા સળગાવ્યા હતા.

દિવસ દરમ્યાન તીવ્ર ઠંડીના ચમકારા સાથે વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જાેવા મળ્યું હતું.જ્યારે રાત્રી દરમ્યાન રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં લોકો ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાં કરતા નજરે પડ્યા હતા. ઠંડીનો પારો ગગડતાની સાથે જ શહેરીજનો ગરમ કપડાની ખરીદી માટે પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ ગરમ કપડાંના બજારમાં ઉમટી પડ્યા હતા.કમાટીબાગ ખાતે અનેક શહેરીજનો મોર્ન્િંાગવોક કરતા જાેવા મળ્યા હતા. વહેલી સવારે તાજા શાકભાજી અને ફળોના રસની લારી/દુકાનોમાં ભીડ જાેવા મળી હતી. સતત બીજા દિવસે ઠંડીનો પારો ગગડતા દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૩.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાન ૯ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૪ ટકાની સાથે સાંજે ૩૯ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૪.૪ મીલીબાર્સની સાથે ઉત્તર –પુર્વ દિશા તરફથી ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફુકાંયા હતા.