મુંબઈ-

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડમાં સતત ડ્રગ્સ કનેક્શન અને આ મામલે એનસીબી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. જેને લઈને બોલિવૂડના કેટલાય ઠેકાણા પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. બોલિવૂડના કેટલાય સ્ટાર સાથે પૂછપરછ થઈ રહી છે. ત્યારે જ આ કડીમાં હવે ભારતી અને હર્ષ પણ ફસાયા છે. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંમ્બાચિયાને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 

મુંબઈની કિલા કોર્ટમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ભારતી અને હર્ષ પર ગાંજો લેવાનો આરોપ છે અને બંનેને એનડીપીએસ એક્ટની કલમ 27 અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યા છે. કોમેડિયન ભારતી સિંહ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેના પતિ અને ટીવી એંકર હર્ષ લિમ્બાચિયાને પણ રવિવારે ધરપકડ કરવામાં આવ્યો હતો. હર્ષ લિમ્બાચિયાના ઘરેથી 86.5 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી લેવામાં આવ્યો હતો.