અમદાવાદ-

કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોશિએશનના પ્રમુખ મોના દેસાઈ દાવો કર્યો છે કે, ગુજરાતમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં કોરોનાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશને મોટો દાવો કર્યો છે. અમદાવાદમાં કોમ્યુનિટિ ટ્રાન્સમિશન થયું છે. એએમએના પ્રમુખ મોના દેસાઇએ દાવો કર્યો છે કે એક ઘરમાં એકથી વધારે લોકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત પરિવારના લોકો સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાને નાથવાનું નવું મોડેલ જરૂરી છે. જાે નવું મોડેલ નહીં અપનાવાય તો મોટો ખતરો છે. અમદાવાદમાં આપણે માનીએ તેનાથી જુદી સ્થિતિ છે. દેસાઇનું નિવેદન સરકારના નિવેદનથી વિરૂદ્ધ છે. એએમએના દાવાથી કોરોનાની સ્થિતિ વિકટ બની છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 196 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 181 અને અમદાવાદ જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 24,954 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 212 ર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 19,641 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૬૧ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3,760 એક્ટિવ કેસ છે.