જગન્નાથ મંદિરથી કોમી એકતા સાયકલ યાત્રા યોજાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   1980

આગામી ૧૬ જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૯મી ભવ્ય રથયાત્રા યોજાશે. આ ઉત્સવ કેવળ આસ્થા જ નહીં, પણ શહેરની પ્રાચીન સંવાદિતા અને અખંડિતતાની મિશાલ છે. સુરક્ષા અને સુમેળભર્યા વાતાવરણમાં ભાઈચારાની ભાવના પ્રસરાવવા માટે આ વખતે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તાજેતરમાં, જગન્નાથ મંદિરથી એક વિશેષ ‘કોમી એકતા સાયકલ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના મુખ્ય રૂટ પર ફરીને આ રેલીએ શહેરવાસીઓને શાંતિ જાળવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. અમદાવાદ શહેરના ટ્રાફિક ત્નઝ્રઁ અશ્વિન ચૌહાણ સહિત ૧૦૦થી વધુ ટ્રાફિક જવાનોએ આ રેલીમાં જાેડાઈને શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ મુસ્લિમ સમાજ દ્વારા અર્પણ કરવામાં આવતો ‘એકતા રથ’ છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને રૌફ બંગાલી અને તેમના સાથીદારોએ આ વર્ષે પણ જીવંત રાખી છે. લગભગ ૧૫ દિવસની મહેનત બાદ તૈયાર થયેલા આ રથમાં ચાંદી સાથે સોનાની વરખનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જાેકે, કિંમતી ધાતુઓના વધતા ભાવને કારણે રથના વજનમાં ફેરફાર કરાયો છે, પરંતુ તેની ભવ્યતા અને એકતાનો ભાવ અકબંધ છે.સોમવારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ વિશેષ રથ ભગવાન જગન્નાથના મહંતને અર્પણ કરશે. રૌફ બંગાલીએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે જ્યારે ૧૫૦મી રથયાત્રા યોજાશે, ત્યારે કંઈક વિશેષ અને ભવ્ય કરવાની તેમની તૈયારી છે. આ રથયાત્રા અમદાવાદના ખૂણે-ખૂણે એકતાનો સંદેશ ફેલાવશે. પોલીસ તંત્ર પણ રથયાત્રાના રૂટ પર સુરક્ષાને લઈને સંપૂર્ણ સજ્જ છે, જેથી આ વર્ષની યાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution