વડોદરા, તા. ૧૯

વોટસેપ પર મેસેજ કરીને પરણિતાને “મેં ઈમ્ત્યાઝ ભીંડાવાલા તને આજથી માર નિકાહમાંથી ઈસ્લામી તરીકા મુજબ તલ્લાક , તલ્લાક , તલ્લાક આપુ છું.” તેવું જણાવીને તલ્લાક આપતા પરણિતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિત અન્ય સાસરીયા વિરુધ્ધ ફરીયાદ નોધાવી હતી.

લાલ કોર્ટ પાસેે રહેતી મહિલાના નિકાહ તાંદલજા ખાતે રહેતા ઈમ્ત્યાઝ ભીંડાવાલા સાથે ગત.૬ -૧૨-૧૮ નારોજ થયા હતા. પરણિતાને બે મહિના સારી રીતે રાખ્યા બાદ સાસરીયા દ્વારા મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મુકી દઈને તેની સાથે વારંવાર ઝધડો કરતા હતા. પરણિતા સાંસારીક જીવન દરમ્યાન ગર્ભવતી બનતા તેને સારવાર માટે હોસ્પીટલ પર ન લઈ જઈનેે ઘરકામ કરાવતા અને ન કરે તો માનસિક – શારિરીક રીતે હેરાનગતિ કરતા હતા. આ કારણોસર પતિ – પત્ની વચ્ચે અનેકવાર ઝધડા થતા સમાજ દ્વારા અનેકવાર સમાધાન કરાવ્યું હતું. ગત. તા. ૨૮ -૮-૧૯ નારોજ પરણિતાએ પૂત્રને જન્મ આપતા પરણિતા ઍઅને તેના પૂત્રનો ખર્ચ પણ ન આપીને તમામ ખર્ચ પિયરમાંથી લાવવા દબાણ કરીને દહેજની માંગણી કરી હતી. ગત. માર્ચ દરમ્યાન પતિ અમદાવાદ ખાતે જતા રહીને “જાે પરણિતા આ ઘરમાં રહેશે તો હું નહીં આવું” તેવું જણાવીને પૂત્ર સાથે પરણિતાને ઘરની બહાર કાઢી મુકી હતી. ગત.તા. ૧૦-૧૦ નારોજ વોટસએપ પર પતિ ઈમ્ત્યાઝ દ્વારા “મેં ઈમ્ત્યાઝ ભીંડાવાલા તને આજથી માર નિકાહમાંથી ઈસ્લામી તરીકા મુજબ તલ્લાક , તલ્લાક , તલ્લાક આપુ છું.” ઝોવુ જણાવીને તલ્લાક આપી દેતા પરણિતાએ પતિ સહિત સાસુ ફરીદા બાનુ અને ઈરફાન વિરુધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.