સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર રીલ્સ બનાવાતા બે કિન્નર સામે ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   2673

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની એક પીસીઆર વાન ઉભી હતી. આ સમયે બે કિન્નરોએ સરકારી ગાડીનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે કર્યો હતો. મિસબા દે હિના દે નામની કિન્નરે પીસીઆર વાનના બોનેટ પર બેસીને ‘તુ ખીંચ મેરી ફોટો’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ સમગ્ર વીડિયો અસ્મા મણીયાર નામની અન્ય કિન્નરે શૂટ કર્યો હતો અને ત્યારબાદ તેને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસની કામગીરી અને બેદરકારી સામે સવાલો ઉભા થયા હતા. પ્રજાની ટીકાઓથી બચવા માટે પોલીસકર્મીઓએ એવો બચાવ કર્યો હતો કે તેઓ તે સમયે વોશરૂમ ગયા હતા અને તેમની જાણ બહાર આ ઘટના બની હતી. પોતાની આબરૂ બચાવવા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરતા પીસીઆર વાનના કર્મીએ બંને કિન્નરો વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાની માહિતી મળી છે. પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી મિલકતનો આવો દુરુપયોગ અને પોલીસની હાજરી વગર ગાડી પર રીલ્સ બનાવવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution