પંચમહાલ-

પંચમહાલમાં આવેલ પૌરાણીક મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી.

મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી મંદિરના ટ્રસ્ટી અને તેના મિત્ર પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીએ નોંધાવી ફરિયાદ અનુસાર ટ્રસ્ટીના મિત્રએ યુવતીને ટ્રસ્ટીના ગેસ્ટ હાઉસ પર બોલાવી હતી અને યુવતીને કેફી પીણું પીવડાવીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં યુવતીને અશ્લીલ ફોટા પાડીને ફોટો વાયરલ કર્યાની પણ ફરિયાદ કરવામાં નોંધવામાં આવી છે. સ્પાઈ કેમેરાથી ફોટા પણ પાડ્યા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ બાદ પોલીસે બને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.