ઇડરના પાવાપુરીમાં બે જૈનમુનિઓ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ખળભળાટ

ઇડર,તા.૨૩

સાબરકાંઠા જિલ્લાના ઈડરના પાવાપુરી મંદિરના બે મહારાજ સાહેબ વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઈડરના પાવાપુરી દેરાસરના ટ્રસ્ટીને પણ ધમકી આપવામાં આવી છે. દેરાસરના મહારાજ સાહેબ દ્વારા ઠપકો આપવા ગયેલા ટ્રસ્ટીને મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. દુષ્કૃત્ય આચર્યાની વીડિયો ક્લીપ અને ફોટો પોલીસ સમક્ષ રજૂ પણ કરાયા છે. મહારાજ સાહેબના ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તનને લઈ નારાજગી ફેલાઈ છે. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પાવાપુરી મંદિરના બે મહારાજ સાહેબે દુષ્કૃત્ય આચરતા હોવાનો ઠપકો આપવા ગયેલા ટ્રસ્ટીને મારી નારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં મંત્રતંત્ર અને મેલી વિદ્યાનું કરવાનું કહીને ડરાવી ધમકાવીને મહિલાઓ સાથે દુષ્કૃત્યો આચર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે મહિલાના પતિએ વીડિયો અને તસવીર સહિતના પુરાવા આપ્યા છે. હાલ દુષ્કૃત્ય આચર્યાની બંને મહારાજ સાહેબ વિરુદ્ધની વિડીયો ક્લીપ અને ફોટો પોલીસ સમક્ષ રજૂ કરાયા છે. સાબરકાંઠામાં ઈડરના પાવાપુરી મંદીરના બે મહારાજ સાહેબે અમદાવાદ અને સુરતની પરિણીતાઓને શિકાર બનાવી હતી અને તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી રહી છે. જા કે એક પરિણીતાના પતિ પાવાપુરી જલ મંદિરના બંને આચાર્ય સામે ફરિયાદ નોધાવી હતી. પોલીસ ફરિયાદમાં પતિએ ૩ મહિના અગાઉ દુષ્કર્મ આચરાયું હોવાનું કહેવામાં આવ્યું છે. ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, બે મહારાજ સાહેબે પરિણીતાઓને ધમકી આપવામાં આવી હતી કે કોઈને પણ દુષ્કર્મ મુદ્દે વાત કરશે તો મંત્રતંત્ર અને મેલી વિદ્યાથી બરબાદ કરી દેવાશે.દુષ્કર્મની ઘટનાને પગલે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ઈડર પોલીસને રજૂઆત કરાઇ હતી. જૈન મહારાજાને ઝડપી પકડી પાડવા માટે માગ કરવામાં આવી છે. હાલ બંનેને ઈડર પાવાપુરી જલ મંદિરમાં નજર કેદ કરી દેવાયા છે. જૈન ધર્મના ધર્મગુરૂ દ્વારા આચરેલા કલંકિત કિસ્સાને પગલે લોકોમાં રોષ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution