અમદાવાદ-
રાજ્યમાં અવાર નવાર મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ પર શારીરિક અને માનસિક ત્રાસનો ગુનાઓ વધી રહ્યા છે. આજકાલ ઘોર કળિયુગમાં કંઈ પણ થઈ શકે છે, તેનો જીવતો જાગતો ઉદાહરણ રૂપ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. આ ઘટનામાં દીકરાના ૨૧ વર્ષીય મિત્ર સાથે પૈસા માંગવા પરિણીતાને ભારે પડ્યા છે. કોરોના કાળમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા માતાએ પોતાના દીકરાના મિત્ર પાસે પૈસાની માંગણી કરી હતી, તો ઘોર કળિયુગમાં પોતાની માતા સમાન પરિણીતાને પૈસાના બદલામાં શરીર સંબંધ બાંધવા દેવાની વાત કરી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શહેરના વેજલપુરમાં રહેતી ૩૯ વર્ષીય મહિલાનો પતિ બીમાર હોવાથી તેની સારવાર માટે પૈસાની જરૂર હતી.
આથી આ મહિલાએ તેમના દીકરાના મિત્ર પાસે પૈસાની મદદ માંગી તો મિત્રએ કહ્યું કે, તમને પૈસા આપું પરંતુ તેના બદલામાં તમે મને શું આપશો? મહિલાએ વ્યાજ આપવાનું કહ્ય્šં તો, યુવકે કહ્ય્šં કે, મારે વ્યાજ નથી જાેઈતું પણ તમે મને તમારી સાથે શરીર સંબંધ બાંધવા દો. મહિલાને દીકરાના મિત્રની વાત સાંભળી ચોંકી ગઈ હતી અને છેવટે તેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ બીમાર હોવાથી મહિલાને પૈસાની જરૂર હોવાથી દીકરાના મિત્રો પાસે પૈસાની મદદ માંગી હતી. ૧૭ સપ્ટેમ્બરે રાત્રે ૮ વાગ્યે મહિલાએ દીકરાના મિત્ર કૌશલ સોલંકી (ઉ.વ.૨૧ રહે.આંબાવાડી કોલોની પાસે)ને પૈસા માટે કોલ કર્યો હતો.
૧૮મીએ બપોરે કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો. આ સમયે મહિલા બેડરૂમમાં હતી. તેની પાસે બેસીને આ યુવકે કહ્ય્šં કે, તમે ચિંતા ન કરો આ ૩૦૦ રૂપિયા રાખો, તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ ૧૫ હજારની જરૂર હોવાનું કહેતા જ કૌશલે મહિલાના શરીર પર હાથ ફેરવી કહેવા લાગ્યો કે, તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું. ૧૯મી સવારે કૌશલનો ફોન આવ્યો કે, હું તમને પૈસા આપીશ તમે બદલામાં મને શું આપશો. જેથી મહિલાએ વ્યાજ આપવાનું કહ્યું હતું. કૌશલે કહ્ય્šં કે, તમારે શારીરિક સંબંધ બાંધવો છે? મહિલાએ ના પાડતા કૌશલ કહેવા લાગ્યો કે, તમે આ વાત કોઈને કરતા નહીં, કહેશો તો તમારો દીકરો રાત્રે બહાર ફરે છે હું જાેઈ લઈશ.
Loading ...