પૈસા માટે પત્નીને અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ

સુરત-

સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી સાયબર ક્રાઇમની ઘટનાઓનો વધારો થઈ ગયો છે. પતિ-પત્ની અને પ્રેમી તેમજ પતિ-પત્નીના ઝઘડામાં અંગત પળોની તસવીર વાયરલ કરવાની ધમકી તેમજ વાયરલ કરીને પરેશાન કરવાની ઘટનામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સાયબર ક્રાઇમમાં નોંધાયો છે. જેમાં પતિ-પત્ની અને અંગત પળોની તસવીરોને વાયરલ કરવાની ધમકીનો બનાવ બન્યો છે. પતિ-પત્નીના પ્રેમ લગ્નમાં ખટરાગ આવતા ઘટેલી આ ઘટનામાં પણ ફરિયાદ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. બનાવની વિગત એવી છે કે વેડ રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ પતિ-પત્ની બન્ને સાથે ન રહેતા માતા પિતા સંમત થાય ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં પતિ અવારનવાર પત્ની પાસેથી રૂપિયાની એક યા બીજા કારણોસર માંગ કરતો હતો.

પત્ની રૂપિયા આપતી પરંતુ જ્યારે પરત માંગતી ત્યારે પતિ ગુસ્સે થઈ જતો માર મારતો અને ગાળો ભાંડતો હતો અને અંગત પળોના વીડિયો-ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ તેના પતિ જીતેન્દ્ર કરશન મકવાણા વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં મહિલાની મુલાકાત જીતેન્દ્ર સાથે બેંક ખાતુ ખોલાવવા જતી વખતે થઈ હતી. બાદમાં મહિલા પણ બેંકમાં જીતેન્દ્ર સાથે નોકરી કરવા લાગી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

જીતેન્દ્ર મહિલાને લગ્ન કરવા દબાણ કરતો અને મહિલા તેમ ન કરે તો હાથની નસ કાપીને આપઘાત કરી લેવાની ધમકી આપતો હતો. જીતેન્દ્ર ધમકી આપ્યા બાદ એકવાર મહિલાને વકીલની ઓફિસ લઈ ગયો હતો. બન્નેએ ૨૩-૧૧-૨૦૧૭ના રોજ લગ્ન કર્યા હતા અને ઘરના વડીલો સમંત થાય ત્યારબાદ મહિલા સાસરે જશે તેવું નક્કી થયું હતું. બન્નેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી આ રીતે નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, લગ્ન બાદ પતિ જીતેન્દ્ર મકવાણાએ પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું. મહિલાને તેની ઓફિસે જઈને ગાળો આપવી અને તેની ફ્રેન્ડના ઘરે લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution