દિલ્હી-

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોડ્‌ર્સમાં સ્થાન મળશે. કારણ એ છે કે એનએચએઆઈએ ૨૫.૫૪ કિલોમીટર સિંગલ લેન ડિમોલિશનનું કામ માત્ર ૧૮ કલાકમાં પૂર્ણ કરવાનું સિધ્ધાંત હાંસલ કર્યું છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ માટે તમામ ૫૦૦ કર્મચારીઓ અને ઠેકેદારો સહિત એનએચએઆઈની પ્રશંસા કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીએ તાજેતરમાં સોલાપુર-વિજાપુર હાઇવે પર ૪-માર્ગીકરણ કાર્ય હેઠળ ૧૮ કલાકમાં ૨૫.૫૪ કિલોમીટર સિંગલ લેન ડિમોલિશનનું કામ પૂર્ણ કર્યું છે, જે ‘લિમ્કા બુક ઓફ રેકોડ્‌ર્સ’માં નોંધવામાં આવશે.

નીતિન ગડકરીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટર કંપનીના ૫૦૦ કર્મચારીઓએ આ માટે સખત મહેનત કરી છે. હું તે કર્મચારીઓ સાથે પ્રોજેક્ટ ડિરેક્ટર, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ અધિકારીઓને અભિનંદન આપું છું.

નીતિન ગડકરીએ જણાવ્યું કે હાલમાં સોલાપુર-વિજાપુર હાઇવેનો ૧૧૦ કિ.મી. કામ ચાલુ છે, જે ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે. ગડકરીએ ઉત્તરાખંડ માટે દિલ્હી-દહેરાદૂનના નવા આર્થિક કોરિડોરની જાહેરાત કરી. ૨૧૦ કિ.મી. કુલ લંબાઈના આ ૬-લેન પ્રોજેક્ટની કુલ કિંમત ૧૨,૩૦૦ કરોડ છે. આ પ્રોજેક્ટ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં આપવામાં આવશે અને ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે.