અમદાવાદ-

સીએમ વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલા અને તેમને મળેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. સીએમ રૂપાણીના સિક્યુરિટી જવાનોનો કોરોના ટેસ્ટ કરાશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઇઝ કરાશે. સીએમ રૂપાણીના કાર્યાલય અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે. ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારોનો પણ કોરોના ટેસ્ટ કરાશે. ત્યારે થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટરીબોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ, જગદીશ પંચાલ, રંજન ભટ્ટ, ભરત ડાંગર સીએમને મળ્યા હતા. સીએમ સાથે વડોદરા હતા તેવા નેતાઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જોકે આ ઉપરાંત આ વોર્ડના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં સામેલ હતે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુખ્યમંત્રીની તબિયત વિશે નીતિન  પટેલે જણાવ્યું કે, સીએમ રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ તમામ મંત્રીઓના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ એક સપ્તાહમાં સીએમ રૂપાણીને મળેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ મુખ્યમંત્રી યુએન મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. જયાંં તેમની સારાવાર ચાલી રહી છે.