અમદાવાદ, ૧૨ માર્ચના એટલે દાંડી યાત્રા નો દિવસ આજ રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપ અમૃત મહોત્સવનો શુભારંભ પણ કરાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ૧૨ માર્ચના રોજ ખેડૂત સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરાયું છે. એક જ દિવસે બે રાષ્ટ્રીય પક્ષો દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા હોવાનો આક્ષેપો લાગવામાં આવી રહયા છે. પ્રદેશ કાર્યાલય પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને જે પણ ટેક્ટર યાત્રામાં ઉપયોગમાં લેવાના હતા એના ટાયર ની હવા કાઢી નાખવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને નિરાશામાં ધકેલાઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા માટે દાંડીયાત્રાનો સહારો લીધો હતો. જાેકે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા પાછળનો હેતુ ખેડૂતોના પ્રશ્નો ને આગળ લાવનનો છે જે આંદોલન દિલ્હી માં ચાલી રહ્યું છે એ કાયદાને નાબૂદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ આ યાત્રા નું અયોજન કર્યું હતું . જાેકે પ્રજાના પ્રશ્નોનો વાચા આપવાનો હોવાનો મત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રજૂ કર્યો હતો. જાે કે કાર્યક્રમમાં જાેડાય તે પહેલા નજરકેદ કરાયા અને કોંગ્રેસના નેતાઓના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

અમિત ચાવડાને પોતાના ઘરમાં નજરકેદ કરાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોતાના સરકારી મકાન ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા પોલીસ જાેડે એમને માથાકૂટ પણ કરવામાં એ હતી પહેલી વખત અમિત ચાવડા ગુસ્સા માં દેખાય હતા એમને કહ્યું હતું કે અંગ્રેજાે ની સરકાર છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની પોલીસે હવા કાઢી નાખી હતી .યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે.

ધાનાણીની પોલીસ સાથે ઝપાઝપી

અમદાવાદ, આજે ગુજરાત સરકાર ઘ્વારા આઝાદી નો અમૃત મ્હોંસ્તવ ઉજવામાં આવ્યો હતો. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા અને દાંડી યાત્રા ના દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા દાંડીયાત્રાનો આરંભ કરાવ્યો હતો. જાેકે આજે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ઘ્વારા દાંડી યાત્રા યોજવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને યાત્રા માટે મંજૂરી આપવામાં આવી નહોતી. જાેકે મંજૂરી વગર પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ એ દાંડી યાત્રા ની શરૂઆત કરતા જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. દાંડી યાત્રા શરૂ થતાં જ પોલીસે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પરેશ ધનાની અને સિદ્ધાર્થ પટેલ સહિત નેતાઓની અટકાયત કરી પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવામાં આવ્યા હતા.

પોલિસે અટકાયત કરતા પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે અમે ગાંધી ચીંધ્યા માર્ગે જય રહયા છે તો પણ આ ગોડસેના લોકો અમને અટકાયત કરી ને લઇ જય રહયા છે. ગાંધીજી કોંગ્રેસના હતા અને આજે એમને મીઠા મો કાયદો રદ કર્યો હતો તો આ સરકાર પણ ખેડૂતો માટે બનાવેલો કાયદો રદ કરે. અમને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરે કાલ રાત થઈ જ અમારા પર નજર રાખવામાં આવી રહી છે અમારા લોકો ને અટક કરી ને લાઇ જય રહયા છે ટ્રેકટર ની હવા કાઢી નાખી છે આ સરકાર અંગેજાે ની સરકાર છે. જાેકે આ યાત્રામાં મહિલા કાર્યકરો અને મહિલા પોલીસ વચ્ચે પણ ઉગ્ર ઘર્ષણ થયું હતું. જાેકે કોંગ્રેસ ઘ્વારા આ યાત્રા આજે સાબરમતી થઈ શરૂ કરીને ૧૬ માર્ચે દાંડી પુરી કરવાની હતી પરંતુ સરકાર ઘ્વારા તમેને પરમિશન આપવામાં આવી નથી. કોંગ્રેસ ના આયોજન વચ્ચે ભાજપ સરકાર એ રોડા નાખ્યા છે.