સુરત- 

કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા સુરત માટે ચૂંટણી પહેલા સંકલ્પ જાહેર કરાયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધમધમાટ શરુ થઇ ગયો છે. કોંગ્રેસ દ્વારા સુરત માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંકલ્પ જાહેર કરાયો છે. જેમાં કોંગ્રેસ મનપા જીતશે તો શું કરશે એનો ચિતાર અપાયો છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયો છે કે જાે મનપા જીતશે તો વિના મૂલ્યે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે લોકોને વેરામાં રાહત સીટી બસમાં ફ્રીમાં મુસાફરીનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે રુપિયા ૫માં જમવાની સુવિધા માટે વોર્ડ દીઠ બે રસોઇ ઘર તેમજ શિક્ષણ સમિતિમાં ૧૦૦ સ્માર્ટ શાળાની રચના કરવામાં આવશે. જ્યારે સિટીમાં સમાવિષ્ટ ગામોમાં સુવિધાની સમીક્ષા કરાશે.આ સાથે જાે સુરત મનપામાં કોંગ્રેસનું શાસન આવશે તો શહેરમાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેદાન તેમજ પ્રદુષણ મુક્ત શહેર બનાવશે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા જાહેર કરાયો ૧૧ વાયદાઓનો સંકલ્પ પત્ર

નાગરિકો ને વિના મૂલ્યે કોરોના વેકસીન

વેરામાં લાભ આપવાની વાત

સિટી બસમાં સિનિયર સિટીઝનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી

રૂ. ૫માં જમવાની સુવિધા માટે વોર્ડ દીઠ બે રસોઈ ઘર

શિક્ષણ સમિતિમાં ૧૦૦ સ્માર્ટ શાળાની રચના

સિટી સમાવિષ્ટ ગામોમાં સુવિધા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ

કબ્જા રસીદને દસ્તાવેજમાં તબદીલ

પ્રદુષણ મુક્ત શહેર બનાવશે

નવા વિસ્તારોમાં પ્રથમ વર્ષે માત્ર ૨૦ ટકાવેરો વધારો