લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
વડોદરા |
3168
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલાક વોર્ડના ઉમેદવારો બિનહરીફ થાય તે માટે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો પર તેમના સ્વજનો પર દબાણ થઈ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. ત્યારે વોર્ડ નં-૧૧માં કોંગ્રેસના ઓબીસી બેઠકના ઉમેદવાર ગઈકાલે સાંજથી સંપર્ક વિહોણા હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચ્યો છે.
આવતિકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે દબાણના કારણે તેઓ સંપર્ક વિહોણા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કર્યો છે. આ સિવાય અન્ય ચાર ઉમેદવારો પર પણ ગત રાત્રે ફોન કરીને દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો.
પરંતુ અમે ચારે ઉમેદવારોને સુરક્ષીત સ્થળે લઈ ગયા હોવાનું કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતુ.વોર્ડ નં-૧૧ના કોંગ્રેસના ઓબીસી બેઠક પર ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ સંપર્ક વિહોણા થતા રાજકિય મોરચે અનેક તર્ક વિતર્ક સાથે ખળભળાટ મચ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જાેષીએ કહ્યું હતુ કે, ગઈકાલે સાંજે તેમનો સંપર્ક થયો હતો. ત્યારે તેમણે તેમના ધરે પ્રજાપતિ નામના કોઈ વ્યક્તી અને પોલીસવાળા આવ્યા હતા. અને ફોર્મ વિશે પુછ્યું હતુ. ત્યારે તેમને વોર્ડ પ્રમુખને મોકલુ છુ તેમ કહ્યું હતુ. પરંતુ ત્યારબાદ તેમનો ફોન સ્વીચઓફ છે. અને તેમના ધરને પણ તાળુ છે.
તેમનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. તેમણે ભાજપવાળા લઈ ગયા હોવાની શક્યતા સાથે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, જ્યારથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમારા અન્ય ત્રણથી ચાર ઉમેદવારોનો પણ સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હોવાનું કહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં-૧૧માં ઓબીસી અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિની સામે ભાજપાના ઉમેદવાર ઉપેન્દ્ર ( વિષ્ણુ ) પ્રજાપતિ ચૂંટણી મેદાનમાં છે.