કોંગ્રેસે ઉમરેઠ તાલુકા પંચાયત પૂર્વપ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1683

ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના નિધન થતાં ખાલી પડેલ જગ્યાએ આગામી ૨૩મીના યોજાનાર પેટા ચૂંટણી જંગમાં ભાજપે ગોવિંદભાઇ પરમાર ના પુત્ર હર્ષદભાઇ પરમારની પસંદગી કરવામાં આવી હતી.જે બાદ આજે કોન્ગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદ કરી પૂર્વ ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળતા જંગ કશ્મકશભર્યો બનશે નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ઉમરેઠ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નું નિધન થતાં ખાલી પડેલ વિધાનસભા બેઠક પર આગામી ૨૩મીના યોજાનાર પેટા ચૂંટણી જંગમાં ભાજપે ગોવિંદભાઇ પરમારના પુત્ર હર્ષદભાઇ પરમારની પસંદગી કરતાં કોન્ગ્રેસ દ્વારા આજે ઉમેદવાર જાહેર કરતાં પૂર્વ ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પર કળશ ઢોળતા જંગ કશ્મકશભર્યો બનશે નું જાણવા મળેલ છે.જાેકે ભૃગુરાજસિંહ નું નામ નક્કી થયાની જાણ બપોરના વિપક્ષ દ્વારા પોસ્ટ મૂકી જાહેર કરતાં આ મુદ્દે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર તથા સ્ટેટેજી કમીટીના ચેરમેન ભરતસિંહ સોલંકી ને પૃચ્છા કરતાં અજાણ હોવાનું જણાવતા આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળેલ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution