દિલ્હી-

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેચતાંણમાં કોંગ્રેસ પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે બળવાખોર સચિન પાયલોટને નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ પદથી હટાવી દીધા છે. આ કાર્યવાહી બાદ ભારતીય જનતા પાર્ટીની પહેલી પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. ભાજપ નેતા શાહનવાઝ હુસેને કહ્યું છે કે કોંગ્રેસે સચિન પાયલોટનું અપમાન કર્યું છે.

શાહનવાઝ હુસેને કહ્યું કે રાજસ્થાનમાં હવે કોંગ્રેસ પાસે બહુમતી નથી, આ ષડયંત્ર હેઠળ સચિન પાયલોટને ડેપ્યુટી સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા છે. પરંતુ હવે અશોક ગેહલોત પણ હવે મુખ્યમંત્રી નહીં રહે.

ભાજપ નેતાએ કહ્યું કે આ ઝઘડો અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે નથી. પરંતુ, લડત એ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકાની સામે કોઈ પણ પ્રતિભાશાળી યુવા નેતાએ આગળ ન વધવું જોઈએ. સચિન પાયલોટે રાજસ્થાનની ચૂંટણીમાં સખત મહેનત કરી હતી, પરંતુ અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સચિન પાયલોટનું વારંવાર અપમાન કરવામાં આવ્યું હતું.