વાંસદા,તા.૨૪ 

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર દ્વારા કરાયેલ પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કર્યું હતું. હાલમાં ફેલાયેલી કોવિડ ૧૯ની મહામારીમાં કોરોના વાયરસના સંક્રમણની સાવચેતીના ભાગ રૂપે સોશિયલ ડિસ્ટન્સનું રેલી દરમિયાન પાલન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત રેલીમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ,તાલુકાના ગામોના સરપંચો, હનુમાનબારી પંચાયતના ડે. સરપંચ યોગેશભાઈ દેસાઈ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો. સરકાર ભાવ વધારો પાછો નહિ ખેંચે તો ઉગ્ર આંદોલન કરાશે.