ગાંધીનગર, ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે, તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી પક્ષના એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ચિંતિત છે. ત્યારે રાજકીય રણનીતિના ચાણક્ય ગણાતા એવા પ્રશાંત કિશોરે એવું નિવેદન કર્યું છે કે, જેના કારણે કોંગ્રેસની ચિંતામાં વધારો કર્યો છે. પ્રશાંત કિશોર એવો દાવો કર્યો છે કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે. પ્રશાંત કિશોરની આવી અવળવાણીથી કોંગ્રેસની ચિંતામાં વધારો થશે. ગુજરાતમાં ત્રણ દાયકા જેવા લાંબા સમયથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ માટે ખરાબ દિવસો પૂરા થવાનું નામ જ નથી લેતાં તેવું જાેવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષના એક પછી એક મોટા માથા ગણાતા એવા નેતાઓ કોંગ્રેસનો હાથ અને સાથ છોડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે મોટો ઘા સહન કર્યા બાદ પાટીદારોમાં સારી એવી પકડ ધરાવતા યુવા નેતા અને પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે બુધવારે પક્ષમાં પણ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જાેડાય તેવી સંભાવના ઘણી ઓછી જાેવા મળી રહી છે. આ ઉપરાંત હજુ વધુ પાંચ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડવાની વેતરણમાં હોવાનું સૂત્રોએ કહી રહ્યા છે. આ સંજાેગોમાં કોંગ્રેસ અગાઉથી જ ભારે દબાણનો સામનો કરી રહી છે. ત્યારે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે એક નિવેદન કરીને કોંગ્રેસની ચિંતામાં અને મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે.